વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ  MCQs

MCQs of વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ

Showing 1 to 10 out of 129 Questions
1.
કેથોડ કિરણો _____
(a) કેથોડ તરફ ગતિ કરતાં પરમાણુઓ છે.
(b) વિદ્યુતચુંબકીય તરંગો છે.
(c) કેથોડ થી એનોડ તરફ ગતિ કરતાં આયનો છે.
(d) કેથોડ માંથી ઉત્સર્જાયને એનોડ તરફ ગતિ કરતાં ઈલેક્ટ્રોન્સ છે.
Answer:

Option (d)

2.
ફોટોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
(a) ફોટોન દબાણ ઉત્પન્ન કરતાં નથી.
(b) ફોટોનની ઉર્જા hf છે.
(c) ફોટોનનું વેગમાન hf c છે.
(d) ફોટોનનું સ્થીર દળ (Rest mass) શૂન્ય છે.
Answer:

Option (a)

3.
ફોટો-ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનનો વેગ ફોટોસંવેદી સપાટીના ગુણધર્મો અને _____ પર આધાર રાખે છે.
(a) આપાત પ્રકાશની આવૃત્તિ
(b) આપાત પ્રકાશના ધ્રુવીભવનની સ્થિતિ
(c) આપાત પ્રકાશ કેટલો સમય આપાત થાય છે તે
(d) આપાત પ્રકાશની તીવ્રતા
Answer:

Option (a)

4.
ફોટો-ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે કે,
(a) ઈલેક્ટ્રોન તરંગ-સ્વરૂપ ધરાવે છે.
(b) પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે છે.
(c) (1) અને (2) બંને.
(d) ઉપરનામાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

5.
2.25 X 108 m s-1જેટલા વેગથી ગતિ કરતાં એક કણની દ બ્રોગ્લી તરંગલંબાઈ એક ફોટોનની તરંગલંબાઈ જેટલી છે, તો કણની ગતિ-ઉર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર _____ છે. પ્રકાશનો વેગ = 3 X 108 m s-1
(a) 18
(b) 38
(c) 58
(d) 78
Answer:

Option (b)

6.
ફોટોનની ઊર્જા E = hf છે અને ફોટોનનું વેગમાન p = hλ લઈએ કે જ્યાં λ એ ફોટોનની તરંગલંબાઈ છે, તો આવી ધારણા સાથે પ્રકાશ-તરંગની ઝડપ _____ છે.
(a) pE
(b) Ep
(c) Ep
(d) Ep2
Answer:

Option (b)

7.
બે એકસમાન ધાતુની પ્લેટો પર ફોટો-ઇલેક્ટ્રિક ઘટના મેળવવામાં આવે છે. આમાંની A પ્લેટ પર λA તરંગલંબાઈ અને B પ્લેટ પર λB તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે, જ્યાં λA = 2λB, તો તેમની મહત્તમ ગતિ-ઊર્જા KA અને KB વચ્ચે _____ સંબંધ હોય.
(a) 2KA = KB
(b) KA < KB 2
(c) KA = 2KB
(d) KA > KB 2
Answer:

Option (b)

8.
પૂર્વથી પશ્ચિમમાં ગતિ કરતાં કેથોડ કિરણો એક વિદ્યુતક્ષેત્રમાં દાખલ થાય છે. જો આ વિદ્યુતક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય તો, કેથોડ કિરણો _____ દિશામાં વિચલિત થાય છે.
(a) પૂર્વ
(b) પશ્ચિમ
(c) દક્ષિણ
(d) ઉત્તર
Answer:

Option (d)

9.
જો અલ્ટ્રાવાયોલેટ વિકિરણોથી ફોટો-ઇલેકટ્રોન્સનું ઉત્સર્જન ન થતું હોય, તો _____ વડે ફોટો-ઇલેકટ્રોન્સનું ઉત્સર્જન શક્ય હોય.
(a) ઇન્ફ્રારેડ તરંગો
(b) રેડિયો-તરંગો
(c) X-rays
(d) દ્રશ્ય પ્રકાશ
Answer:

Option (c)

10.
એક ધાતુ પર 1 eV અને 2.5 eV ગતિ ઊર્જા ધરાવતા ફોટોન્સને વારાફરતી આપાત કરવામાં આવે છે. જેનું વર્ક-ફંક્શન 0.5 eV. તો આ ધાતુમાંથી ઉત્તેજિત થતા ઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર _____ થશે.
(a) 1 : 2
(b) 2 : 1
(c) 3 : 1
(d) 1 : 3
Answer:

Option (a)

Showing 1 to 10 out of 129 Questions