સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ  MCQs

MCQs of સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ

Showing 11 to 20 out of 149 Questions
11.
એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિધુતભારિત કરીને બેટરીથી અલગ કરેલું છે. હવે તેની બે પ્લેટ વચ્ચેનું અંતર વધારતાં અનુંક્રમે વિધુતભાર, સ્થિતિમાનનો તફાવત અને કેપેસિટન્સમાં કેવા ફેરફાર થશે ?
(a) અચળ રહે, ઘટે છે, ઘટે છે.
(b) વધે છે, ઘટે છે, ઘટે છે.
(c) અચળ રહે છે, ઘટે છે, વધે છે.
(d) અચળ રહે છે, વધે છે, ઘટે છે.
Answer:

Option (d)

12.
6 સમાન કેપેસિટરોને સમાંતરમાં જોડી 10 Vની બેટરી વડે વિધુતભારિત કર્યા છે. હવે તેમને બેટરીથી અલગ કરીને એકબીજાં સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સ્થિતિમાં જોડાણમાંની મુક્ત પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો હશે ?
(a) 10 V
(b) 30 V
(c) 60 V
(d) 106 V
Answer:

Option (c)

13.
Q C અને 9Q C વિધુતભારો વચ્ચેનું અંતર 4 m છે. તેમને જોડતી રેખા પરનાં જે બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય તે બિંદુએ વિધુતસ્થિતિમાન કેટલું હશે ?
(a) 4 kQ V
(b) 10 kQ V
(c) 2 kQ V
(d) 2.5 kQ V
Answer:

Option (a)

14.
600 μF કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરને 50 μC/s ના સમાન દરથી ચાર્જિંગ કરવામાં આવતું હોય, તો તેનું સ્થિતિમાન 10 વોલ્ટ વધારવા માટે કેટલો સમય લાગશે ?
(a) 500 s
(b) 6000 s
(c) 12 s
(d) 120 s
Answer:

Option (d)

15.
R1 અને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાઓને વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે તેમને વાહક તારથી એકબીજાનો સંપર્ક કરાવીને પછી અલગ કરવામાં આવે છે. તેમની સપાટી પરનાં વિદ્યુતક્ષેત્રો અનુક્રમે E1 અને E2 હોય, તો E1 / E2 = ____ .
(a) R2R1
(b) R1R2
(c) R22R12
(d) R12R22
Answer:

Option (a)

16.
એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 5x અને તેમની વચ્ચેનું વિધુતક્ષેત્ર E0 છે. હવે તેમની વચ્ચે x જાડાઈનું અને ડાઈઈલેકિટ્રક અચળાંક 3 ધરાવતું એક ચોસલું એક પ્લેટને અડકીને મુકવામાંઆવે છે. આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનો p.d. કેટલો હશે ?
(a) 13E0x3
(b) 15 E0x
(c) 7 E0x
(d) 9E0x2
Answer:

Option (a)

17.
R1 અને R2 ત્રિજ્યાના બે ગોળાઓને વિધુતભારિત કરીને એકબીજા સાથે તારથી જોડવામાં આવે છે. આથી ગોળાઓ પરના વિધુતક્ષેત્રનો ગુણોતર _____ છે.
(a) R22R12
(b) R12R22
(c) R2R1
(d) R1R2
Answer:

Option (c)

18.
યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ O આગળ મુકેલા +Q C વિધુતભારના વિધુતક્ષેત્રમાં એક બિંદુવત ધન વિધુતભારને B બિંદુએથી A બિંદુ પર લઈ જવામાં આવે છે. શૂન્યાવકાશની પરમિટીવીટી ε0 છે, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય _____
(a) qQ4πε01a+1b
(b) qQ4πε01a-1b
(c) qQ4πε01a2-1b2
(d) qQ4πε01a2+1b2
Answer:

Option (b)

19.
5 cm ત્રીજ્યનું ધાતુનું ગોલીય કવચ એવી રીતે વિધુતભારિત કરવામાં આવે છે. કે જેથી તેના પૃષ્ઠ પર 10 V જેટલું વિધુતસ્થીતિમાન ( Potential) પ્રથાપિત થાય. આ ગોલિય કવચના કેન્દ્રથી 2 cm અંતરે વિધુતસ્થીતિમાન કેટલું હશે?
(a) શૂન્ય
(b) 10 V
(c) 4 V
(d) 103 V
Answer:

Option (b)

20.
Z=50 પરમાણુક્રમાંક ધરાવતા અને 9× 10-15 m ત્રિજ્યાવાળા ન્યુક્લિયસની સપાટી પર વિદ્યુતસ્થિતિમાન ______ હશે.
(a) 80 V
(b) 8× 10m
(c) 9 V
(d) 9× 10m
Answer:

Option (b)

Showing 11 to 20 out of 149 Questions