વિદ્યુતચુંબકીય પ્રેરણ  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય પ્રેરણ

Showing 31 to 40 out of 87 Questions
31.
100 cm2 પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 50 આંટાવાળા એક ગૂંચળાને 0.02 Wbm2 તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે.ગૂંચળાંનો અવરોધ 2Ω છે. જો તેને 1s માં ચુંબકિય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે , તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતભાર _____
(a) 5 C
(b) 0.5 C
(c) 0.05 C
(d) 0.005 C
Answer:

Option (d)

32.
વાહક ગૂંચળાના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર B હોય તો, ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ _____ (ગૂંચળાંનું ક્ષેત્રફળ A છે.)
(a) φ=AB
(b) φ=0
(c) φ=A ×B
(d) φ=ABsin0°
Answer:

Option (a)

33.
જો કોઈ વાહક ગૂંચળુ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રહીને ભ્રમણ કરતું હોય તો તેના ફ્લક્સ અને પ્રેરિત emf વચ્ચેનો કળા તફાવત _____ મળે.
(a) 0 rad
(b) π4rad
(c) π2rad
(d) π rad
Answer:

Option (d)

34.
પ્રેરિત emf ε=-dφdt માં 'ε' એ _____ છે.
(a) સરેરાશ મૂલ્ય
(b) r.m.s. મૂલ્ય
(c) મહત્તમ મૂલ્ય
(d) તાત્ક્ષણિક મૂલ્ય
Answer:

Option (d)

35.
એક R ત્રિજ્યાવાળા વર્તુળાકાર લૂપને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકેલું છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B=B0e-tτ સૂત્ર અનુસાર બદલાય છે જ્યાં B0 અને τ અચળાંકો છે તો આ ગૂંચળામાં પ્રેરિત થતું emf _____ પ્રકારનું વિધેય છે.
(a) π2B0e-tτ×10-2V
(b) πR2B0τe-tτ
(c) π2B0τe-tτ
(d) એક પણ નહિ.
Answer:

Option (b)

36.
1000 આંટાવાળી કૉઇલમાંથી નિશ્ચિત સમયગાળામાં 5 × 10-4 ક્ષેત્રરેખાઓ પસાર થતી હોય અને તેમાં ઉદ્દભવતું વિદ્યુતચાલક બળ 5V હોય, તો નિશ્ચિત સમયગાળો _____
(a) 1 s
(b) 0.1 s
(c) 0.01 s
(d) 0.001 s
Answer:

Option (b)

37.
એક વાહકતાર પૂર્વ-પશ્ચિમ દિશામાં સમક્ષિતિજ રહી ઉત્તર દિશામાં ગતિ કરે છે અને તે વિસ્તારમાં ઊર્ધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્રને કારણે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ બે સેકન્ડમાં 2 × 10-4 Wb જેટલું બદલાતું હોય, તો તેમાં ઉદ્દભવતા પ્રવાહનું મૂલ્ય અને દિશા _____ વાહકનો અવરોધ 5Ω છે.
(a) 0.02 mA, ઉત્તર દિશામાં
(b) 0.02 mA, દક્ષિણ દિશામાં
(c) 0.02 mA, પશ્ચિમ દિશામાં
(d) 0.04 mA, ઉત્તર દિશામાં
Answer:

Option (c)

38.
50 આંટા ધરાવતી કૉઇલને બે ચુંબકીય ધ્રુવો વચ્ચેથી એવી રીતે ખસેડવામાં આવે છે કે તેની સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ 0.02s માં 31 × 10-6 Wb થી ઘટીને 1 × 10-6 Wb થાય છે.તો ગૂંચળામાં ઉદ્દભવતું સરેરાશ પ્રેરિત વિદ્યુતચાલક બળ _____
(a) 7.5 × 10-2 V
(b) 7.5 × 10-3 V
(c) શૂન્ય
(d) 7.5 × 10-4 V
Answer:

Option (a)

39.
એક આંટાવાળા ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર B=0.5 i^ માં મુકેલ છે.ગૂંચળાના ક્ષેત્રફળનો સદિશ A=30 i^ + 16 j^ + 25 k^ cm2 છે.ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ _____
(a) 15 × 10-4 Wb
(b) 8 × 10-4 Wb
(c) 12.5 × 10-4 Wb
(d) 35.5 × 10-4 Wb
Answer:

Option (a)

40.
એક પૈડાના આરાની લંબાઈ 0.5 m છે. આ પૈડાંને 5 × 10-4 T ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે રાખીને ફેરવવામાં આવે છે. પૈડાની ધાર અને કેન્દ્ર વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત 3.14 mV છે, તો પૈડાની આવૃત્તિ _____ છે.
(a) 8 Hz
(b) 12 Hz
(c) 16 Hz
(d) 20 Hz
Answer:

Option (a)

Showing 31 to 40 out of 87 Questions