વિદ્યુતચુંબકીય પ્રેરણ  MCQs

MCQs of વિદ્યુતચુંબકીય પ્રેરણ

Showing 41 to 50 out of 87 Questions
41.
વિદ્યુતચુંબકીય પ્રેરણની ઘટનામાં ઉદ્દભવતા પ્રેરિત emf ની દિશા _____ નિયમ આપે છે.
(a) ફૅરેડેનો
(b) લેન્ઝનો
(c) એમ્પિયરનો
(d) મૅક્સવેલનો
Answer:

Option (b)

42.
એક સાઈકલના પૈડાના આરાની લંબાઈ 0.5 m છે. આ પૈડાંને 5 × 10-4 T ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગોઠવીને ફેરવવામાં આવે છે. પૈડાની ધાર અને કેન્દ્ર વચ્ચે વીજસ્થિતિમાનનો તફાવત 3.14 mV મળે છે, તો પૈડાની કોણીય ઝડપ _____ પરિભ્રમણ/સેકન્ડ.
(a) 0.8
(b) 8
(c) 1.6
(d) 16
Answer:

Option (b)

43.
એક કાર સમતલ રસ્તા ગતિ કરે છે. આ કારની એક્સેલમાં મહત્તમ emf ક્યા સ્થાને ઉત્પન્ન થશે ?
(a) ધ્રુવ પાસે
(b) વિષુવવૃત્ત પાસે
(c) કર્કવૃત્ત પાસે
(d) કંઈ કહી ના શકાય નહીં
Answer:

Option (a)

44.
એક હેલિકોપ્ટર​ ઊર્ધ્વ દિશામાં 10 m/s ની ઝડપથી ગતિ કરે છે.જો હેલિકોપ્ટર​ની લંબાઈ 10 m અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 1.5×10-3Wbm2 હોય તો હેલિકોપ્ટર​ના અગ્રભાગ અને પુચ્છ ભાગ વચ્ચે ઉદ્દભવતું પ્રેરિત વિદ્યુતચાલક બળ કેટલું હોય ?
(a) 0.15 V
(b) 125 V
(c) 130 V
(d) 5 V
Answer:

Option (a)

45.
પૃથ્વી પરના શૂન્ય મૅગ્નેટીક ડેક્લિનેશનવાળા એક સ્થળે ભૂચુંબકીય ક્ષેત્ર 3 × 10-4 T છે. આ સ્થળે એંગલ ઑફ ડીપ 30° છે. એક 10 cm નો વાહક સળીયો ઉત્તર-દક્ષિણ દિશામાં રહી 1 m/s ના વેગથી પૂર્વ તરફ ગતિ કરે છે, તો સળિયામાં પ્રેરિત થતું emf _____
(a) 15 μV
(b) 15 mV
(c) 0.15 V
(d) 1.5 V
Answer:

Option (a)

46.
20 × 10-4 Wb/m2 તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ 5 મીટર લંબાઈનો સળીયો 2 ms-2 ના પ્રવેગથી ગતિ કરે છે, તો પ્રેરિત emf માં થતા વધારાના ફેરફારનો દર = _____
(a) 20 × 10-4 V/s2
(b) 20 × 10-4 V
(c) 20 × 10-4 Vs
(d) 20 × 10-4 V/s
Answer:

Option (d)

47.
200 V પર કામ કરતી D.C. મોટરમાં પ્રારંભિક વિદ્યુતપ્રવાહ 5 A છે. પણ જયારે તે મહત્તમ વેગ ધારણ કરે ત્યારે તેમાં વિદ્યુતપ્રવાહ 3 A મળે છે, તો તેનો Back emf _____ V છે.
(a) 0
(b) 80
(c) 120
(d) 200
Answer:

Option (b)

48.
1 m લંબાઈનો સળીયો 2T ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેના એક છેડાને અનુલક્ષીને લંબ સમતલમાં 10 Hz આવૃત્તિથી ભ્રમણ કરે છે. તો તેના બે છેડા વચ્ચે પ્રેરિત emf શોધો.
(a) 10π V
(b) 20π V
(c) 30π V
(d) 40π V
Answer:

Option (b)

49.
રેલવેના બે સમાંતર પાટા પૃથ્વીની સપાટીથી અને એકબીજાથી અવાહક પદાર્થ વડે અલગ રાખેલા છે. આ પાટા પરથી એક ટ્રેન 180 km/hr ના અચળ વેગથી દોડે છે. જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઊર્ધ્વઘટક 0.2 × 10-4  ટેસ્લા હોય અને બે પાટાઓ વચ્ચેનું અંતર 1 મીટર હોય તો આ બે પાટા સાથે જોડેલું મિલિ વૉલ્ટમીટર કેટલું અવલોકન દર્શાવશે ?
(a) 0.5 mV
(b) 1 mV
(c) 2 mV
(d) 0.1 mV
Answer:

Option (b)

50.
2 m લંબાઈ ધરાવતો વાહક સળીયો તેની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબરૂપે ગતિ કરે છે. સળિયા સાથે જોડાયેલ પરિપથનો અવરોધ 6Ω અને ચુંબકીય ક્ષેત્ર 0.5 T હોય, તો સળિયાની અચલ ઝડપ 1 m/s જેટલી જાળવી રાખવા કરવા પડતા કાર્યનો દર _____
(a) 13W
(b) 23W
(c) 16W
(d) 2W
Answer:

Option (c)

Showing 41 to 50 out of 87 Questions